ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં એસ.એમ.સી ના અધ્યક્ષ તથા સભ્યો, પંચાયત ના સભ્યો ,આંગણવાડી કાર્યકર્તા,તથા ઘનશ્યામપુર ના પી.એચ.સી.ના બહેને હાજરી આપી બાળકો ને આશીર્વચન પાઠવ્યા..તથા દાતા કંચનબેન સાધુ તરફ થી શાળાને એન્કરીંગ સ્ટેજ અને ચંદુભાઇ ઠાકરશી ભાઈ સોનગ્રા તરફથી બાલવાટિકા તથા ધોરણ-1 ના બાળકોને પેન્સિલ,રબર,ફુટપટ્ટી,સંચો અને પ્રજ્ઞાની થેલીની કીટ આપવામાં આવી.

દાતા કંચનબેન સાધુ તથા ચંદુભાઇ સોનગ્રા નું શાળા ના આચાર્ય અને શિક્ષકોએ સાલ ઓઢાડી સન્માન કર્યું.
બીપરજોય વાવાઝોડા ને લીધે જે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.તે કાર્યક્રમ આજના દિવસે શાળાકક્ષાએ યોજી બાળકોના ઉત્સાહ માં વધારો થાય તે હેતુ થી યોજવામાં આવેલ. જેમાં શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું.

શાળા માં ધોરણ 1 થી 8 માં પ્રથમ દ્વિતીય તથા તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીનીઓ ને ગિફ્ટ આપવામાં આવી. અને નવોદય માં ઉત્કૃષ્ટ સફળતા મેળવેલ વિદ્યાર્થીની ને ગિફ્ટ સ્વરૂપે સ્કુલબેગ આપવામાં આવી.
વિશાલ જયસ્વાલ હળવદ









