MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર: સરકારી નર્સરીમાં રાહત ભાવે ફળ પાકના રોપાઓ ઉપલબ્ધ

વાંકાનેર ખાતે સરકારી નર્સરીમાં રાહત ભાવે ફળ પાકના રોપાઓ ઉપલબ્ધ

 

રસ ધરાવતા ખેડૂતોએ ફળ પાકના રોપાઓ વાંકાનેર નર્સરી ખાતેથી મેળવી લેવા

વાંકાનેર ખાતે આવેલી સરકારી નર્સરી ખાતે ફળ પાકના રોપાઓ જેવાકે સીતાફળ, બીલા, રાયણ, આંબલી, આંબળા, જામફળ, કોઠા, જાંબુના રોપાઓ રાહત ભાવે ઉપબ્ધ છે. જેથી રસ ધરાવતા અને ખરીદી કરવા માંગતા ખેડૂતોએ બાગાયત અધિકારીશ્રીની કચેરી, ફળ રોપા ઉછેર કેંદ્ર, જડેશ્વર રોડ, દુધની ડેરી સામે, વાંકાનેર, જિલ્લા મોરબી કચેરીનો સંપર્ક કરી વાંકાનેર નર્સરી ખાતેથી ફળ પાકના રોપાઓ મેળવી લેવાના રહેશે.

અહીં નર્સરીમાં પ્રતિ રૂ.૧૫ના ભાવે ૭૮૦૦ જાંબુ અને ૧૬૦૦ ખાટી આંબલી, પ્રતિ રૂ.૧૦ના ભાવે ૭૦૦ કોઠા, ૪૦૦ લાલ જામફળ, ૫૦૦ આંબળા, ૧૭૦૦ રાયણ, ૨૫૦૦ ફાલસા, ૫૦૦ કરમદા અને ૧૦૦૦ બીલા વગેરે ફળ પાકના રોપાઓ ઉપબ્ધ છે. તેમ બાગાયત અધિકારીશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button