
નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી.

નવયુગ કોલેજની B.Com અને B.Sc વિભાગની વિદ્યાર્થીનીઓએ વિવિધ કલાત્મક રાખડી બનાવી હતી અને સરહદ પર ફરજ બજાવતા સૈનિક ભાઇઓને મોકલી અને તેની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે કોલેજમાં રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારની રાખડી બનાવી અને પ્રદર્શન હેતુ મુકવામાં હતી.
સમગ્ર સ્પર્ધાનાં આયોજન બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી કાંજીયા સર દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]








