GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના મીરાપુરી ગામે અગાઉના ઝઘડાની અદાવતે ચાર ઈસમોએ ભેગા મળી માર મારતા ફરીયાદ

તારીખ ૧૭/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મીરાપુરી ગામના સુરેશભાઈ ગણપતભાઈ ડામોર ની ફરીયાદ જોતા તેઓના ફળિયામાં વિનોદભાઈ પર્વતભાઈ ના લગ્ન પ્રસંગે ઉકરડી ઘરમોટી કરી પરત આવતા હતા ત્યારે રસ્તામાં શૈલેષભાઈ બળવંતભાઈ ડામોર, જયેશભાઈ બળવંતભાઈ ડામોર, ખુમાણભાઇ પર્વતભાઈ ડામોર અને દિલીપભાઈ પર્વતભાઈ ડામોર મળેલા અને અગાઉના ઝઘડાની અદાવતે ફરિયાદીના ભાઈ શૈલેષભાઈ ગણપતભાઈ ડામોરને માં બેન સમાણી ગંદી ગાળો બોલી ગદડા પાટુનો માર માર્યો તેમજ શૈલેષભાઈ બળવંતભાઈ ડામોરે લાકડી વડે ફરિયાદીના ભાઈ શૈલેષભાઈ ને મારતા કપાળ મા ઈજાઓ થઈ તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી. જે બદલ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

[wptube id="1252022"]









