
MORBI:મોરબીના ભડિયાદ ગામે જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા
મોરબીના ભડિયાદ ગામે રામાપીરના ઢોરે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
તાલુકા પોલીસ ટીમે ભડિયાદ ગામે રામાપીરના ઢોરે રામદેવપીરના મંદિર પાસે બાતમીને આધારે રેડ કરી હતી જેમાં જુગાર રમતા અનીલ સોમાભાઈ જંજવાડિયા, નાથાલાલ છગનભાઈ સીતાપરા, રાહુલ રમેશભાઈ જંજવાડિયા અને રાજેશ મનસુખભાઈ બોહકીયા રહે ભડિયાદ તા. મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૪૪૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]