
જંબુસર નગર અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ઈદ ઉલ જુહાની નમાજ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભારત અને વિશ્વમાં પરંપરાગત રીતે ઈદ ઉલ જુહા ( બકરા ઈદ ) અથવા દુહનો અર્થ અરબી માં કુરબાની થાય છે. ઈસ્લામી માન્યતા મુજબ ઈબ્રાહીમ અલે સલામની પરીક્ષા લેવા માટે અલ્લાહે તેને પોતાના વહાલ સોયા પુત્રની કુરબાની આપવાનો હુકમ કર્યો હતો તેથી પહાડ પર ઈસ્માઈલને વેદી પર ચઢાવતાં પહેલાં તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લઈને જ્યારે પોતાના પુત્રની કુરબાની આપવાનું કર્યું અને જ્યારે તેણે પોતાની આંખ પરની પટ્ટી હટાવી જોયું તો પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો હતો અને વેદી પર કપાયેલ ઘેટાનું બચ્ચું પડ્યું હતું જે અંતર્ગત આ તહેવાર ઉજવાય છે.
આજે સવારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ચોમાસાની ઋતુ હોવાને કારણે નમાજ અદા કરવામાં આવી હતી. ભારત દેશમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે અને અમન શાંતિ બની રહે તેમ જ આતંકવાદ નાબૂદ થાય એવી દુઆ ગુજારવામાં આવી હતી. જંબુસર નગર , કાવી , સારોદ , કાવલી, દેવલા , ભડકોદરા , ટંકારી બંદર , મદાફર , જંત્રાણ , ડાભા , દહેગામ , ટુંડજ , નોબાર , ખાનપુર , ઇસ્લામપુર , કહાનવા , કોરા , સીગામ , સિંધવ , અને ચાંદપુર બારા વિગેરે ગામોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક બકરા ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. અને એકબીજાને ભેટીને મુબારકબાદી આપવામાં આવી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ