મોરબી :ઇગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમો ને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરાયા

મોરબી :ઇગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમો ને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરાયા
મોરબી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર ઉગમ્યું છે. ત્યારે મોરબી એલ.સી.બી. પોલીસ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં મોટા ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે વર્ષ ૨૦૨૨ના વર્ષમાં પકડાયેલા ઇસમો વિરૂધ્ધ પાસા તળે કાર્યવાહી કરવામાં આવી છે. જેને અનુસંધાને એલ.સી.બી. પોલીસના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસકર્મીઓ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની અલગ અલગ પાંચ ટીમ બનાવવામાં આવી હતી. અને તેઓ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નશીલ હતાં.

જે અનુસાર મોરબી એલ.સી.બી. પોલીસની પાંચ ટીમ દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળેથી પાંચ આરોપીની પાસ તળે અટકાયત કરવામાં આવી હતી. જેમાં ભુજ ખાતે રહેતા આરોપી અમરશીભાઇ સુજાભાઇ વરીયાને જામનગર જિલ્લા જેલ,રાજકોટ ખાતે રહેતા આરોપી કમલેશભાઇ બાબુભાઇ કારેલીયાને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, રાજકોટના અશ્વીનભાઇ દશરથભાઇ રૂદાતલાને પોરબંદરની જિલ્લા જેલ, અમદાવાદ ખાતે રહેતા આરોપી મયુરભાઇ રણછોડભાઇ મકવાણાને અમદાવાદની મધ્યસ્થજેલ અને કચ્છ ભુજના આરોપી નરેશ ઉર્ફે સાધુરામ ભગવાનદાસ સાધુને ભાવનગર જિલ્લા જેલ ખાતે તા.૨૧/૦૭/૨૦૨૩ ના રોજ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.








