BANASKANTHAPALANPUR

પાલનપુર ના વિદ્યાધામ-ભાગળ (પીં )શાળા સંકુલમાં વાલી મીટીંગ યોજાઇ.

25 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ વિદ્યાધામ-ભાગળ (પીં)સંચાલિત શ્રી એસ. ડી. એલ. શાહ હાઇસ્કુલ માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓની વાલી મીટીંગ શાળાના આચાર્યશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સન્માનીય વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત શાળાના શિક્ષક શ્રી પરેશભાઈ શુક્લે તમામ વાલી ગણને શાબ્દિક સત્કાર કરી શિક્ષણમાં વાલીઓનું શું યોગદાન છે તે વિશે ચર્ચા કરી. ત્યારબાદ શાળાના સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ એવા આચાર્યશ્રી કિરીટ કુમાર. જે. પટેલે આધુનિક સમયમાં શિક્ષણનું મહત્વ અને કેળવણીમાં વાલીની ફરજો થી અવગત કર્યા તથા વાલીઓને પોતાના બાળકો શિક્ષણમાં કેવી રીતે જવલંત સફળતા મેળવે તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું. ત્યારબાદ વાલી મંડળના પ્રશ્નો ઉપર વિચાર વિમર્શ કરી સહકારની ભાવનાથી ઉત્તમ શિક્ષણ પ્રણાલી અમલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. અંતે શાળાના તમામ શિક્ષક મિત્રોએ આ કાર્યક્રમમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવી ઉપસ્થિત વાલી ગણનો ખુબ ખુબ આભાર પ્રગટ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button