
17 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સામાજિક સદભાવ બેઠક પાલનપુરની મેવાડા સ્કૂલ ખાતે સામાજિક સદભાવ સમિતિ દ્વારા તા.૧૬ જુલાઈ ૨૩ રવિવારે ૧૦ કલાકે યોજાઈ હતી ‘ ધર્મ કે લિયે જિયે ‘ સામાજિક સદભાવ ગીત દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે આપણા દેશ નાના મોટા સમાજથી બનેલો છે એમાં વિધવાન અને દૂરદેશિતા વાળા ઉત્કૃષ્ટ આદર્શ ધરાવનાર સમાજના આગેવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.ઉપરાંત ભારતીય ચિંતન વસુદેવ કુટુંબકમ ની ઉચ્ચ વિચારધારા પણ ધરાવે છે એક સમાજને બીજા સમાજ પ્રતિ પ્રેમ અને લાગણી વધે ને સદભાવ પ્રગટ થાય તેવા વિચાર અને વિમર્શ કરી માર્ગદર્શન આપવામાં ઘનશ્યામભાઈ દ્વારા અપાયું અને લેવા માટે પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા.આ આ સદભાવ બેઠકમાં ડોક્ટરો વકીલો ખેડૂતો સામાજિક આગેવાનો તેમજ પત્રકારો મિત્રો અને વડીલો યુવાનો મુખ્યત્વે હાજર રહ્યા હતા સામાજિક સદભાવના સંયોજક સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સુંદર આયોજન કરાયું હતું તેમાં સુંદર ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.



