MORBI

હળવદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલાજ બિનહરીફ થતા ભાજપનો ભગવો લહેરાયો

હળવદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલાજ બિનહરીફ થતા ભાજપનો ભગવો લહેરાયો

છેલ્લી ઘડીએ કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારોઅે પોતાના ફોર્મ પરત ખેંચ્યા


માર્કેટિંગ યાર્ડ હળવદની ચૂંટણી તારીખ આગામી 27 જુલાઈના રોજ યોજવાની હતી જે અંતર્ગત આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો
તેમજ શરૂઆતથી જ્યારે ફોર્મ ભરવામાં આવ્યા ત્યારે કુલ 10 ખેડુત પેનલના 4 વેપારી પેનલના તેમજ 1 ખરીદી વેચાણ સંઘના કુલ 15 ઉમેદવારો માટેની આ ચૂંટણી યોજવાની હતી જેમાં 30 જેટલા ફોર્મ ભરાયા હતા

આજે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પ્રેરિત પેનેલે એ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા ત્યારે હવે ચૂંટણી યોજવાની કોઈ જરૂર જ ન હોય આ તમામ 15 ઉમેદવારો બિનહરીફ થયા છે જ્યારે પહેલા જ વેપારી પેનલના 4 તેમજ ખરીદ વેચાણ પેનલના 1 કુલ પાંચ ઉમેદવાર તો પહેલાથી જ બિનહરીફ હતા ત્યારે આજે ખેડૂત પેનલના 10 ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા છે જેમાં નીચે મુજબના ઉમેદવારો
રણછોડભાઈ લાલજીભાઈ પટેલ,નરભેરામ ભાઈ ભુરાભાઈ ગામી,ઘનશ્યામભાઈ મોહનભાઈ ગોહિલ
જયેશભાઈ કાનજીભાઈ પારેજીયા,મનોજભાઈ છગનભાઈ એરવાડીયા,ભીખાભાઈ જીવરાજભાઈ પટેલ
રજનીભાઈ શંકરભાઈ સંઘાણી,યશવંતસિંહ ગુલાબસિંહ ઝાલા,રમેશભાઈ શંકરભાઈ કણજારીયા,અંબારામભાઈ ગોવિંદભાઈ સોનગરા આ 10 ખેડૂત પેનલના ઉમેદવાર બિનહરીફ થયા,ઠક્કર વ્રજલાલ લાલજીભાઈ
ગોપાણી રજનીકુમાર રતિલાલભાઈ,પરમાર કિશોરભાઈ રામજીભાઈ,ભોરણીયા નયનકુમાર પ્રભુભાઈ આ ચાર વેપારી પેનલના ઉમેદવારો બિન હરીફ થયા,તેમજ ખરીદ વેચાણ સંઘના રમેશભાઈ પરસોતમભાઈ પણ બિન હરીફ થયા છે,હવે આવનારી 28 તારીખના રોજ માર્કેટિંગ યાર્ડ હળવદના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન કોણ બનશે તેના પર લોકોની મીટ મંડાયેલી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button