GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીમાં પીપળી ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂ – બીયરના ટીન અને બોટલ સાથે ઈસમ ઝડપાયો 

MORBi:મોરબીમાં પીપળી ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂ – બીયરના ટીન અને બોટલ સાથે ઈસમ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમે પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો પાડી ઘરમાં છુપાવેલ ઇગ્લીશ દારૂ – બીયરનો જથ્થો પકડી પાડી આરોપી મકાન માલિકની સ્થળ ઉપરથી ધરપકડ કરાઈ છે.

મોરબી તાલુકા પોલીસ ટીમને સંયુકતમાં બાતમી મળેલ કે મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, માનસધામ સોસાયટી નં.૦૧ના રહેણાંક મકાનમાં કેતનભાઇ કુબેરભાઇ પરમાર ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરી છુપીથી તેનુ વેંચાણ કરે છે જે મુજબની મળેલ હકીકત આધારે રેઇડ કરતા ઘરમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૩૫ ફૂલ કિં.રૂ.૧૬૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિં.રૂ.૮૮૦૦/- મળી ફૂલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કેતનભાઇ કુબેરભાઇ પરમાર ઉવ.૨૫, રહે.હાલ-માનસધામ સોસાયટી નં.૦૧, પીપળી, તા.જી.મોરબી, મુળરહે. દીધલીયા, તા. વાંકાનેર, જી.મોરબીની અટક કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.ઍક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button