કાલોલ કોંગ્રેસ દ્વારા પંડીત જવાહરલાલ નહેરુજી ની ૬૯ મી પુણયતિથી નિમિત્તે પુષ્પાંજલી નો કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૭ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ ભારત દેશ ને વિકાસ પ્રગતિ ના પંથે અગ્રેસર કરનાર દેશ ના પ્રથમ વડાપ્રધાન સ્વ પંડીત જવાહરલાલ નહેરુજી ની ૬૯ મી પુણ્યતિથિ નિમિતે સવારના અગિયાર વાગ્યાની આસપાસ સ્વ પંડિત જવાહરલાલ નહેરુજી ની દેશ સેવાઓને યાદ કરી કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે શ્રધાજંલિ શ્રદ્ધા સુમન સહ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ડેલીગેટ પ્રદિપસિંહ પરમાર,કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર,તાલુકા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી કિરણભાઈ પરમાર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભા઼ઈ ઉપાધ્યાય, શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, સિનિયર આગેવાન ચન્દ્રસિંહ સોલંકી સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










