Drugs : થરાદની ખોડા ચેક પોસ્ટ પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા મોરબી ના બે શખ્સો ઝડપાયા

થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા બે શખ્સઓ પોલીસે ઝડપી પાડ્યા છે.. થરાદ પોલીસે ડ્રગસ સાથે મોરબીના બે શખ્સ હાર્દિક ઠાકરશીભાઈ પટેલ અને રવિ દુર્લભભાઈ પટેલને ઝડપી પડ્યા હતા. 4.5 લાખનું ડ્રગ્સ સહીત અન્ય મુદ્દામાલ મળી 14.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હાથ વધુ તપાસ હાથ ધરી છે.
થરાદ પોલીસે ખોડાચક પોસ્ટ ઉપરથી એક ડ્રગ્સની હેરાફેરી કરતા બે ઇસમોં ને ઝડપી પાડ્યા છે. જેમાં થરાદ પોલીસે ખોડાચેક પોસ્ટ ઉપર રૂટિન ચેકિંગ દરમિયાન રાત્રિના સમયે એક ક્રેટા ગાડી રોકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાડીમાં થી 40.5 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી ગાડી ચાલક (1) હાર્દિક ઠાકરશીભાઈ મોરડીયા, રહે શ્રીપાર્ક સોસાયટી સનાળા રોડ નવા બસ સ્ટેન્ડ વિસ્તાર મોરબી અને રવિ દુર્લભભાઈ પટેલ ચારોલ, રહે અમરેલી મોરબી જય અંબે પાર્ક અવની ચોકડી નવા બસ સ્ટેન્ડ વિસ્તા વાળાને ઝડપી પાડી કુલ 14 લાખ 37 હજાર 220 રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઈસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી ઘોરણસર ની કાર્યવાહી હાથ ધરી