MORBIMORBI CITY / TALUKO

મોરબીના ડો.જયેશ સનારીયા આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય કોન્ફોરન્સમાં સંશોધનપત્ર રજુ કરશે

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબીના તબીબે વિશ્વ કક્ષાએ ડંકો વગાડીને સંશોધન કક્ષામાં પસંદગી પામી મોરબી તેમજ સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધાર્યું

વિશ્વના ચામડીના રોગોના નિષ્ણાંત તબિબો (ડર્મેટોલોજીસ્ટ્સ) ની 2 જી વિશ્વ કક્ષાની કોન્ફોરન્સ તેમજ 51 મી રાષ્ટ્રીય કક્ષાની કોન્ફોરન્સ આગામી તા.23 થી 26 ફેબ્રુઆરી 2023 ના રોજ મુંબઈ શહેરમાં યોજનાર છે

આ વિશ્વ કક્ષાની કોન્ફરન્સ (Dermacon )મા મોરબીમાં આવેલ સ્પર્શ ક્લીનીક વાળા પ્રખ્યાત ડર્મેટોલોજીસ્ટ ડો.જયેશ સનારીયા પોતાનુ એક બહુ જુજ કહી શકાય તેવી અટોઈમ્યુન બીમારી (Chronic Bullous Dermatosis Of Childhood )પરનુ પોસ્ટર રજુ કરશે. જે વિશ્વ કક્ષાએ મોરબીના તબીબ નુ સંશોધન પસંદગી પામ્યું છે, જે બાબત સમગ્ર મૌરબી તેમજ ગુજરાતને ગૌરવ અપાવનારી છે.

ડો.જયેશ સનારીયાએ મોરબી શહેરમાં રહી વૈશ્વીક કક્ષાની સિધ્ધી હાંસલ કરી છે તે બદલ સમગ્ર ગુજરાતના તબિબ પરિવારજનો,મિત્રો તેમજ શુભચિંતકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો.જયેશ સાનારીયા ની સ્પર્શ કલીનીકને વર્ષ 2015-16 માં ગુજરાત આઇ.એમ.એ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ ક્લીનીક નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.તેમજ વર્ષ 2017-18 માં મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિસિયન એવોર્ડ તેમજ ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.


પ્રવર્તમાન વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના સંશોધન પસંદગી પામતા સમગ્ર વિશ્વમાં મોરબી શહેર પ્રશંસાને પાત્ર બન્યુ છે અને તેમની આ સિદ્ધી બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને મોરબી ઉપરાંત સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે.

[wptube id="1252022"]
Back to top button