
તા.૧૭ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ધોરાજીના ચારેય શેલ્ટર હોમના ૩૫૨ આશ્રિતોને રૂ. ૧,૧૦,૪૦૦ કેશ ડોલ્સ ચૂકવણી કરાઇ
બિપરઝોય વાવાઝોડા અને અતિ ભારે વરસાદથી જાન-માલ હાનિ ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અનેક પગલાઓ લેવામાં આવ્યા હતા,જેના ભાગરૂપે અસરગ્રસ્તોને સલામત સ્થળોએ ખસેડાયા, જયાં તેઓના ભોજન, પાણી, દવા માટેની વ્યવસ્થાઓ કરાઇ હતી. રાહત બચાવની કામગીરી બાદ હવે સ્થિતિ પૂર્વવત થતાં સ્થળાતંરિત લોકોના પુનઃસ્થાપન માટે તંત્ર દ્વારા કેશડોલ્સ આપવામાં આવી રહી છે. આમ સરકારી તંત્ર દ્વારા ઝડપી રાહત-બચાવ-પુનઃસ્થાપનની કામગીરી થઇ રહી છે.

રાજકોટ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ, સાંસદ, ધારાસભ્યોશ્રી, આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાનો પ્રતિનિધિઓ, અધિકારીઓ દ્વારા યુધ્ધના ધોરણે ઝડપી રાહત, બચાવ અને પુનઃસ્થાપનની કામગીરી થઇ છે.

સરકારશ્રીની સૂચના મુજબ ૧૮ વર્ષથી વધુ ઉંમરની પુખ્ત વ્યકિતને પ્રતિદિન રૂ. ૧૦૦ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યકિતને દરરોજના રૂ. ૬૦ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂકવવામાં આવી રહયા છે, તે મુજબ આજે ધોરાજી શહેરના શેલ્ટર હોમમાં રાખવામાં આવેલા કુલ-૩૫૨ અસરગ્રસ્તોને કેશ ડોલ્સની ચૂકવણી કરાઇ છે. જેમાં ૪ દિવસ પ્રમાણે કુલ ૩૫૨ વ્યક્તિને રૂપિયા રૂ. ૧,૧૦,૪૦૦ જેટલી રકમ ચૂકવવામાં આવી હતી.

ધોરાજીના શહેરી વિસ્તારોમાં આશ્રયસ્થાન ખાતે રાખવામાં આવેલ વાવાઝોડા અને અતિભારે વરસાદ જેવી કુદરતી આપતિ અસરગ્રસ્તોને કલેક્ટરશ્રી પ્રભવ જોષી તથા પ્રાંત અધિકારીશ્રી જયેશ લીખીયાની સૂચના મુજબ ધોરાજીના મામલતદારશ્રી એમ.જી.જાડેજા તથા ચીફ ઓફિસરશ્રી જે.વી.મોઢવાડિયાએ ચારેય શેલ્ટર હોમની મુલાકાત લઈ કેશ ડોલ્સ ચૂકવણીની કામગીરીની ચકાસણી કરી અને આશ્રિતો સાથે સંવાદ કર્યો હતો.








