કાલોલ ભાથીજી મંદિર સહિત ની જગ્યાઓ પર આડેધડ લારી, વાહનો મુકતા તત્વો સામે પોલીસ ની લાલ આંખ.

તારીખ ૨૫/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ભાથીજી મંદિર પાસે રસ્તો રોકી આડેધડ રીતે લારીઓ મુકવામાં આવે છે પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી ને અભાવે અવારનવાર ટ્રાફીક ને અડચણ બનતી આ લારીઓ પુનઃ મુકી દેવામાં આવે છે કાલોલ પોલીસ દ્વારા બુધવારે કાલોલ બસ સ્ટેન્ડ પાસે અનસ ઐયુબભાઇ જરોદિયા એ પોતાની ફ્રુટ ની લારી જાહેર રસ્તા પર મૂકતા તેમજ બિલાલ સતારભાઈ શેખે પોતાની શાકભાજી ની લારી રસ્તા વચ્ચે ઉભી રાખી રાહદારીઓ અને રસ્તે આવતા જતા વાહન ચાલકો ને અડચણરૂપ થાય તે રીતે મુકી દેતા કાલોલ પોલીસ દ્વારા બન્ને લારી ધારકો સામે તેમજ એમજીએસ ગરનાળા પાસે પુરઝડપે સીએનજી રીક્ષા હંકારતા અર્જુનસિંહ નર્વતસિહ પરમાર તેમજ જાહેર રસ્તા ઉપર પોતાની સીએનજી રીક્ષા ઉભી કરી રાહદારીઓ તેમજ વાહનચાલકો ને અડચણરૂપ બનતા બે રીક્ષા ચાલક યાકુબભાઈ રસુલભાઇ શેખ અને રમણભાઈ ઉફેઁ રવી રયજીભાઈ રાઠોડ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુના દાખલ કરવામાં આવ્યા હતા.










