MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેન રબારીના લગ્નની વર્ષગાંઠ- પુત્રીના જન્મ દિવસની બને પ્રસંગોની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી 

MORBI:મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેન રબારીના લગ્નની વર્ષગાંઠ- પુત્રીના જન્મ દિવસની બને પ્રસંગોની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી

મોરબીમાં સામાજિક, સેવાકીય, શૈક્ષણિક તેમજ સર્વધર્મ સમભાવ થકી રાષ્ટ્પ્રેમ ઉજાગર કરતા અને પોતાની ખુશીઓ બીજાને આપી અને એના ચહેરા પરની ખુશી જોઈને પોતે ખુશ થવું એટલે આપવાના આનંદ હેઠળ કાર્યક્રમો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના સંસાથપક દેવેન રબારીની વ્હાલસોયી અને અત્યંત લાડલી પુત્રીના જન્મ દિવસ અને દેવેનભાઈના લગ્નની વર્ષગાંઠ આજે હોય એ બન્ને પ્રસંગોની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્યવર્ધક કીટ આપી રસ પુરીનું જમણ કરાવ્યું હતું.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મારી દીકરી મનસ્વીના જન્મદિવસ અને મારા લગ્નની વર્ષગાંઠ પણ આજે હોવાથી આ બન્ને પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને જીવનની દૈનિક ક્રિયામાં તથા જીવન ધોરણમાં એટલે જીવનશેલીમાં સુધારો થાય અને સ્વાથ્ય પ્રત્યે સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુની કીટ જેવી કે, સાબુ,તેલ, હેન્ડ વોસ ,કાન સાફ કરવાની સ્ટીક ,રૂમાલ, નખ કાપવાનુ કટર વિગેરે વસ્તુઓની કિટ તથા બાળકોને તમામ લોકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી મારી દીકરી માટે આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી છે

[wptube id="1252022"]
Back to top button