GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી વૃધ્ધાના ગળામાંથી સમડી સોનાના ચેનની ચીલ ઝડપ કરીને રફુચક્કર

MORBI મોરબી વૃધ્ધાના ગળામાંથી સમડી આવીને સોનાના ચેનની ચીલ ઝડપ કરીને રફુચક્કર
મોરબીના આલાપ રોડ પર નવજીવનપાર્કમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ દેત્રોજા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે ગત તા, 24 ના સવારના સુમારે તેના ઘરની બાજુમાં રહેતા જયશ્રીબેન ગામી સાથે ઘરની બહાર શેરીમાં બેઠા હોય દરમિયાન મંજુલાબેને ગળામાં સોનાનો ચેન આશરે સોળ ગ્રામનો પહેરેલ હતો ત્યારે એક અજાણ્યો ઇસમ આવેલ અને આવીને જયશ્રીબેનને કહેલ કે શ્રી હરી એપાર્ટમેન્ટ કયા આવેલ છે તેમ એડ્રેસ પૂછવા લાગેલ દરમિયાન મંજુલાબેનના ગળામાંથી સોનાનો ચેન ઝુટવીને ભાગવા લાગતા મંજુલાબેને રાડો દેકારો કરી અજાણ્યા ઇસમ પાછળ દોડ મૂકી હતી પણ અજાણ્યો ઇસમ થોડે દુર લઈને મોટર સાઈકલ લઈને નાશી ગયેલ હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધ કરી વધુ તપાસ હાથ ધીર છે.
[wptube id="1252022"]