BANASKANTHAPALANPUR
ઉપાસના વિદ્યાલયમાં મકરસંક્રાતિના દિવસે ગુજરાત યોગ બોર્ડ પ્રેરિત સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

16 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની ઉપાસના વિદ્યાલય ખાતે શનિવારના રોજ ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગુજરાતમાં ૭્પ સ્થળોએ સામૂહિક ૫૧ સૂર્યનમસ્કાર કરવાનું આયોજન કરાયું હતુ જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ અને ઉપાસના વિદ્યાલય, પાલનપુર એમ બે સ્થાને કાર્યક્રમ થયો હતો.જેમાં ૧૫૦ નગરજનોએ ૫૧ સામૂહિક સૂર્યનમસ્કાર કર્યા હતા.જેમાં યોગ કોચ શકેશભાઈ જોષી, સ્મીતાબેન જોષી અને ઉપાસના વિદ્યાલયના યોગ કોચ ડાભી સાહેબ તથા અન્ય યોગ ટ્રેઈનર તથા ઉપાસના વિદ્યાલયના કાર્યકરો જોડાયા હતા. આ પ્રસંગે ઉપાસના વિદ્યાલયના માર્ગદર્શક શ્રી સિદ્ધાર્થ ભાઈ બ્રહ્મભટ્ટે સૂર્ય ઉપાસના માટે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અર્પણાબેન જોષીએ કર્યુ હતુ.
[wptube id="1252022"]



