GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબી પંથકમાં ઘઉં માં ઈયળ મસા મચ્છી નું પ્રમાણ વધતાં પાક વાવેતર માં નુકસાન!

મોરબી પંથકમાં ઘઉં માં ઈયળ મસા મચ્છી નું પ્રમાણ વધતાં પાક વાવેતર માં નુકસાન!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં ખેડુતોએ ઘઉં નાં વાવેતર કર્યા છે પણ પાક પાકવાના સમયે જ વાતાવરણમાં પલટો આવ્યો છે ઠંડો પવન ફુંકાઇ છે અને ઘઉં ઇયળ, મોલો મચ્છી આવતા ઘઉંમાં મોટું નુકસાન થયું છે. આવી બાબત ટંકારા તાલુકાના હડમતીયા ગામે સામે આવી છે. આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં ટંકારા તાલુકા નાં હડમતિયા ગામે ખેડૂત કામરીયા દીનેશ દેવકરણભાઇ સહિત ની આશરે ૫૦૦ વિધા થીં વધું વિસ્તારમાં ઘઉંનું વાવેતર કર્યુંછે. પરંતુ હાલમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તેમજ ઘઉંમાં ઈયળ અને મોલો-મચ્છીની સાથે પવન ચડવાથી પાયેલ ઘઉંનો સોથ વળી ગયો. ખેડુતોના હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે. અહી એ વાત જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલે પટેલ ની આગાહી કરવામાં આવી છે કે આગામી તારીખ ૨૨ થી ૨૪ દરમિયાન પવનની ગતિ વધું રહેશે અને ઠંડી નું પ્રમાણ વધશે તેની આ અસર થઈ હોય તેવું જણાય રહ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button