BANASKANTHA

ડીસા નગરને ગૌરવ અપાવતા વિદ્યાર્થી રવિ ચૌહાણનું સન્માન

16 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સરદાર પટેલ હાઇસ્કુલ ના સામાન્ય પરિવારમાંથી આવતા પૂર્વ વિદ્યાર્થી રવિ ચૌહાણનું અને તેના માતા-પિતાનું સન્માન ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ટ્રસ્ટી શ્રી નાનુભાઈ શાહ, શાળાના આચાર્યશ્રી નાનજીભાઈ ખરસાણ તથા સૌ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું.રવિ ચૌહાણ પ્રારંભિક શિક્ષણથી પ્રતિભાશાળી વિદ્યાર્થી રહ્યા છે. તેમણે ધોરણ નવ માં પ્રતિભા ખોજ પરીક્ષામાં રેન્ક મેળવેલ છે. એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓમાં અગ્રેસર રહ્યા છે  ધોરણ 11 માં ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલમ્પિયાડમાં પ્રથમ રેન્ક, ઇન્સ્પાયરી રિસર્ચ સ્કોલરશીપ ની પરીક્ષામાં ઉચ્ચ શિક્ષણ માટે ફેલોશીપ પ્રાપ્ત થયેલ છે. JEE એડવાન્સમાં જનરલ રેન્ક 1306 અને ઓબીસીમાં 223 રેન્ક પ્રાપ્ત કરી ડીસા નગર નહીં પરંતુ ઉત્તર ગુજરાતનું ગૌરવ વધારેલ છે. ગણિત વિષયની કોઈપણ પરીક્ષામાં સો ટકા ગુણ પ્રાપ્ત કરેલ છે. તેઓને દિલ્હી IIT કોલેજમાં એડમિશન પ્રાપ્ત થયું છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે સરદાર પટેલ વિદ્યા સંકુલ પરિવારે રવિ ચૌહાણને “એવોર્ડ ઓફ જીનિયસ મેથેમેટિસિયન 2021” ખિતાબથી સન્માનિત કરી અભિનંદન પાઠવેલ છે અને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવે છે.રવિ ચૌહાણ એ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રીઝલ્ટ લાવવા માટે પ્રેરણાદાયી ટિપ્સ સાથે સ્પીચ આપી.તથા  લોકલાડીલા અને ટેકનોસેવી ધારાસભ્યશ્રીએ  વૈજ્ઞાનિક કેવી રીતે બનાય તેના ઇનોવેટીવ ઉદાહરણો આપી વિદ્યાર્થીને ઇન્સ્પાયર કર્યા. કાર્યક્રમનું સફળ સંચાલન એલ.ડી વાઘેલા તથા આભાર વિધિ અલ્પાબેન રાઠોડે કરી.

[wptube id="1252022"]
Back to top button