
તા.૪/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુરના જેતપુર-રાજકોટ નેશGનલ હાઈવે પર દસેક જેટલા ગામનો અવરજવર માટેનો અન્ડર બ્રીજમાં કાયમી પાણી જ ભરાયેલ રહેતું હોય વાહન ચાલકોને ફરજીયાત હાઇવે પર રોંગ સાઈડમાંથી ચાલવું પડે છે જેનાથી અકસ્માતનો ભય પણ રહે છે. જેથી તાત્કાલિક પુલ હેઠળ ભરાયેલ પાણી દૂર કરવા લોક માંગ ઉઠી છે.
રાજકોટ નેશનલ હાઈ વે પર રબારીકા ચોકડીથી રબારીકા રોડ પર આવેલ ફ અન્ડર બ્રિજમાંથી થઈને અવરજવર કરી શકાય છે. પરંતુ નેશનલ હાઈ વે ઓથોરીટીએ ઉપરોક્ત ગામોએ અવરજવર માટે નેશનલ હાઈ વે પર જે અન્ડર બ્રીજ બનાવેલ છે. આ પુલ નીચે સાડીઓના કારખાનાઓનું પ્રદુષિત પાણી કાયમી ભરાયેલ રહે છે. જેના કારણે ટુ વ્હીલર તેમજ નાના વાહનો અવરજવર કરી શકતા નથી. અને જો કોઈ મોટર સાયકલ ચાલક સાહસ કરી ત્યાંથી પસાર થવા જાય તો પાણીને હિસાબે બંધ પડી અથવા તો ભરાયેલ પાણીમાં વાહન સાથે પડી જાય અને અકસ્માતનો ભોગ બને છે. અને ગંદા પાણીમાં પડી જવાથી કિંમતી માલસામાનને પણ નુકસાન પહોંચે છે.
અન્ડર બ્રીજ હેઠળથી પસાર થતાં લોકોએ આક્રોશ ઠાલવતા જણાવેલ કે, અહીં પ્રદુષિત પાણીનું ઝરણું વહેતુ હોય તેટલું પાણી કારખાનેદારો દ્વારા છોડવામાં આવે છે અને તે પાણી પુલ હેઠળ ભરાયેલ રહે અને બાકીનું ભાદર નદીમાં વહીને નદીને પ્રદુષિત કરે છે. જેથી જીપીસીબી પ્રદુષિત પાણી છોડનાર સામે પગલાં ભરે. તેમજ અન્ડર બ્રીજ ડુમિયાણી ટોલ પ્લાઝા હેઠળ આવતો હોય ટોલ પ્લાઝાએ પણ પાણી નિકાલ અંગે કામગીરી કરવી જોઈએ તેવી ગ્રામ્ય વિસ્તારના લોકો, ભાવિકો તેમજ કારખાનેદારોએ માંગ કરી છે