
યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી મોરબીમાં ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળાના બાળકોએ વન-ડે પિકનિક નું આયોજન કર્યું… રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળાએ સવારે 8:30 કલાકે નગરપાલિકાની બે બસો આવી પહોંચી… 9:00 વાગ્યે શાળાના તમામ 90 બાળકોને હાજરી પૂરી બસ યુનિક સ્પોર્ટ્સ એકેડમી તરફ રવાના કરી સાથે 5 શિક્ષકો જોડાયા.9:30 કલાકે તમામ બાળકો એકેડમી એ પહોંચી ગયા. 10 વાગ્યા સુધીમાં તમામ બાળકોને એકેડમી ના નિયમો વિશે સૂચનો આપવામાં આવ્યા. 10 વાગ્યાથી 20 20 ના પાંચ ગ્રુપ પાડી દરેક ગ્રુપને એક એક ગ્રાઉન્ડમાં એક એક કલાક રમવાની શરૂઆત કરી….

એક ગ્રુપ સ્વિમિંગ પુલમાં, બીજું ગ્રુપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં, ત્રીજું ગ્રુપ બેડમિન્ટન કોર્ટમાં, ચોથું ગ્રુપ એડવેન્ચર પાર્કમાં, પાંચમું ગ્રુપ ગેમ ઝોનમાં… આમ દર કલાકે દરેક ગ્રુપ ચેન્જ થતા રહ્યા દરેક ગ્રાઉન્ડમાં બધા જ બાળકોનો વારાફરતી વારો આવી ગયો.. બપોરે લંચ માટે એક કલાક સમય રાખેલો.. સાંજે છૂટતી વખતે એક કલાક સ્કેટિંગ રિંગમાં મ્યુઝિક સિસ્ટમ ઉપર બધા જ બાળકોને એક સાથે ગરબા પણ લેવડાવ્યા.જતા જતા તમામ બાળકો કહેતા ગયા કે સર ખૂબ મજા આવી…









