ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકા પંચાયમાં લગાવેલ FIRE EXTINGUISHER 2020 ના તંત્ર હજુ ઉંગમાં : સરકારી કચેરીમાં જ નિયમોનું પાલન નથી

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

રાજકોટ માં બનેલી અગ્નિકાંડ ઘટના ને લઇ આજે પાચ દિવસ થી વધુ સમય થવા આવ્યો અને રાજકોટ ની ઘટનામાં ગેમ ઝોન ની બેદરકારી ના લીધે કેટલાય લોકોના ભોગ લીધા. છતાં પણ હજુ તંત્ર ઉંગમાં હોય એવા ધ્રશ્યો સામે આવ્યા છે વાત કરવામાં આવે તો ફાયર સેફટી માટે જે તે વિભાગ તેમજ સરકારી કચેરીમાં FIRE EXTINGUISHER લગાવવામાં આવે છે જે ને લઇ આગ જેવી ઘટના સામે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરી શકાય છે પરંતુ સરકારી કચેરીમાં જ જુના FIRE EXTINGUISHER લગાવેલા સામે આવ્યા છે જે સાલ 2020 ના છે.

વાત છે મેઘરજ તાલુકા પંચાયત ની કચેરીની જાય કચેરીમાં લગાવેલા FIRE EXTINGUISHER જે જોતા તેની પર 2020 ની સાલ લખેલી જોવા મળી હતી પરંતુ તેના પર કોઈ પણ પ્રકારની એક્સ.ડેટ કે સાલ લખેલી જોવા મળી ન હતી જેને લઇ હાલ કચેરીઓમાં જ લાલિયા વાડી સામે આવી છે ત્યારે હાલ તો રાજકોટ ની ઘટના ને લઇ ને પણ તંત્ર ઉંગમાં હોય તેવું લાગી રહ્યું છે. ભૂતકારમાં પણ મેઘરજ તાલુકા પંચાયતની કચેરીમાં કોમ્પ્યુટર રૂમમાં આગ લાગી હતી અને જરૂરી દસ્તાવેજ તેમજ કાગરિયા બળીને ખાખ થઇ ગયા હતા અને તે બાબતે નું કારણ હજુ ઉભું જ હોય તેવું લાગી રહ્યું છે આ બાબતની શીખ લઈને FIRE EXTINGUISHER લગાવેલ છે જેની તપાસ કરી જો એક્સ.ડેટ પુરી થઇ ગયી હોય તો ફરીથી નવીન લગાવવામાં આવે તે જરૂરી છે

આ બાબતે FIRE EXTINGUISHER લગાવનાર અને જાણકાર વ્યક્તિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નાના FIRE EXTINGUISHER જે એક વર્ષ ચાલે અને મોટા હોય તે ત્રણ વર્ષ સુધી ચાલી શકે તે જાણવા મળ્યું હતું ત્યારે તર્ક કરી શકાય કે પંચાયત કચેરીમાંજ લગાવેલ FIRE EXTINGUISHER 2020 ના છે તો ખરેખર તે જુના હશે કે શું…? તે સવાલ ઉભો થયો છે.

[wptube id="1252022"]
Back to top button