BANASKANTHAPALANPUR

મોટાસડા પ્રજાપતિ પરિવાર દ્વારા કુળની પરંપરા અનુસાર અનોખી રીતે અષાઢી બીજ પર્વની ઉજવણી કરવા માં આવી   

21 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

મોટાસડા પ્રજાપતિ પરિવારના સદસ્ય શ્રી દિપકભાઈ પ્રજાપતિ ના જણાવ્યા અનુસાર દાંતા તાલુકા ના રળિયામણા એવા મોટાસડા ગામની વાયવ્ય દિશામાં અર્જુની નદીના કિનારે શ્રી વીર મહારાજ તથા વહાણવટી અંબિકા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં વર્ષોથી કુળની પરંપરા અનુસાર મોટાસડા પ્રજાપતિ પરિવારના ભાઈઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને વર્ષોથી અષાઢી બીજ ના પવિત્ર દિવસે નિવેધ ચઢાવવામાં આવે છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ પ્રજાપતિ પરિવારના 50 જેટલા કુટુંબ ભેગા મળી શ્રી વીર મહારાજના મંદિરે જઈ પોત પોતાના ઘરેથી પ્રસાદ લાવી અને પૂજા અર્ચના કરવામાં આવી. તેમજ સર્વેને પ્રસાદ વહેચવામાં આવ્યો આ રીતે અનોખી રીતે અષાઢી બીજ પર્વની રંગભેર ઉજવણી કરવામાં આવી. તેમજ શ્રી વીર મહારાજ અને વહાણવટી અંબિકા માતાના દર્શન કરી તેમજ તેમનો પ્રસાદ લઈ સર્વે એ ધન્યતા અનુભવી. વર્ષોથી આ મંદિર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની રહેલ છે.

[wptube id="1252022"]
Back to top button