BANASKANTHAPALANPUR

અંબાજી ખાતે વિશાળ ત્રિરંગા રેલી અંબાજી મંદિર ચાચરચોક થી નીકાળવામાં આવી 

14 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ભારતદેશ ની આઝાદી ને 75 વર્ષ ને લઇ ઉજવાઈ રહેલા આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે આજે વિશાળ ત્રિરંગા રેલી અંબાજી મંદિર ચાચરચોક થી નીકાળવામાં આવી હતી અંબાજી મંદિર ના ચાચરચોક માં સૌપ્રથમ વખત આટલી મોટી સંખ્યા માં એક સાથે ત્રિરંગા લહેરાતા માતાજી ની ભક્તિ સાથે દેશભક્ત મય બન્યું હતું અંબાજી થી નીકળેલી આ ત્રિરંગા યાત્રા અંબાજી શહેર માં પરિભ્રમણ કરી અંબાજી ગ્રામપંચાયત સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા માં પહોંચી હતી જ્યાં દેશ ની સરહદ પર આપણા દેશ માટે પ્રાણ ત્યાગનાર વિરજવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે શહિદ વિર જવાનો ની યાદ માં તક્તી નું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ અંબાજી પોલીસ ,હોમગાર્ડ ,spc તેમજ કોલેજ ના nss ના વિદ્યાર્થીઓ સહીત અન્ય વિદ્યાર્થીઓ સાથે હાથ માં માટી લઇ પંચપ્રાણ પ્રતિજ્ઞા લઇ દેશ ના નિર્માણ માટે સપથ લીધા હતા તેમજ વીરો ને વંદન કરી શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રગાન કરી લોકો માં દેશ ભાવના જાગે તે માટે મેરી માટી મેરા દેશ નો ભવ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં શાળા કોલેજ નો શૈક્ષણિક સટાફ પણ જોડાયો હતો  આ અંંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું .

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button