
મહેસાણા કોર્ટે ચેક રીટર્ન ના કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારી વળતર ચૂકવી આપવા નો હુકમ કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા કોર્ટે ચેક રીટર્નના કેસમાં ડીસાના ઇસમને સાદી બે વર્ષની સજા ફટકારી અને વળતર ચુકવવા નો હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહીતી મુજબ ડીસા ના મુકેશભાઈ અનાવાડીયા એ મહેસાણા સર્વોદય કોમર્શીયલ કો ઓપ બેન્ક લી.પાસેથી લીધેલી લોન ની રકમ ભરપાઈ કરવા માટે ચેક રૂપિયા 13,04,136 નો આપ્યો હતો જે ચેક અપૂરતા નાણાં ને કારણે પરત ફર્યો હતો.જેને લઇને બેંકના કર્મચારી વિનોદભાઈ પ્રજાપતિ એ નોંધાવેલ ફરીયાદ મહેસાણા કોર્ટમાં દશમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તૃપ્તિ ઠક્કર ની અદાલત માં ચાલી જતા આરોપી મુકેશ ભાઈ અનાવાડિયા ને દોષિત ઠેરવી બે વર્ષની સાદી સજા તેમજ વળતર ચૂકવવાનો હૂકમ કરવામાં આવ્યો છે .
[wptube id="1252022"]