NANDODNARMADA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ૪૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ૪૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી

રાજપીપલા : જુનેદ ખત્રી

વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશજીની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશજીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે, યોગ પ્રત્યેક બિમારીનો ઉપચાર છે. આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારિરીક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે. યોગને જીવનમાં આત્મસાત કરવા માટે કેન્દ્રીય મંત્રીશ્રી સોમપ્રકાશજીએ યુવાધન સહિત સૌને આહ્વાન કર્યું હતું. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇને ઘણી આનંદની અનુભુતી થઇ રહી હોવાનું ઉમેર્યુ હતુ.

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાના આઇકોનિક પ્રવાસન સ્થળ SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો હતો. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ પણ પોતાની ઉપસ્થિત નોંધાવી હતી. આ પ્રસંગે CEO ઉદિત અગ્રવાલે કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશજીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપી અભિવાદન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button