
મોરબી ખાતે આગામી તારીખ ૬/૩/૨૦૨૩ અને સોમવારના બપોરે ૨.૦૦ થી ૫.૩૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા(મોરબી) ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા” નું આયોજન કરેલ છે.
મોરબીમાં પૈસાની રેલમછેલ છે, છતાં પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી. આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય માટે આપણે સજાગ થવાની ખાસ જરૂર છે. એ માટે આ કથાનો લાભ અવશ્ય લેશો. મોરબીના આંગણે આ સૌપ્રથમ કથા છે.મોરબી શહેર તથા ગામોની જનતા આ જાહેર કાર્યક્રમનો વધુમાં વધું લાભ લે તેવી અપેક્ષા છે.વધુમાં સ્કૂલ સંચાલકો તેમની કોલેજના વિદ્યાર્થીઓને કથામાં લાવી નવી પેઢીના ઘડતરમાં યોગદાન આપે તેવી અપેક્ષા છે.દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો હાજરી આપે ..
[wptube id="1252022"]