GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મા સ્થાનીક પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપનાર સામે એસઓજી પોલીસે કાર્યવાહી કરી

તારીખ ૧૬/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા ની એસઓજી પોલીસ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા ત્યારે તેઓને માહિતિ મળેલ કે કાલોલ ના બોરુ ટર્નિંગ કાતોલ વિસ્તારમા કેટલાક પરપ્રાંતીય ઈસમો મકાન ભાડે રાખીને રહે છે અને એ બાબતે સમય મર્યાદા મા પોલિસને જાણ કરતા નથી જે બાબતે પંચો રૂબરૂ તપાસ કરતા સોનુકુમાર ઊભયાન પ્રજાપતિ ઊં.વ.૨૦ મુળ રે. મહેદા ગામ તા ભિંડ મઘ્ય પ્રદેશ હાલ રે અતુલકુમાર શનાભાઈ સોલંકી ના મકાનમા બોરૂ રોડ તા. કાલોલ માસીક રૂ ૫૦૦૦/ ના ભાડે થી છેલ્લા છ મહિનાથી રહે છે મકાન માલીકે તેની પાસે થી કોઈ આઈ ડી પ્રૂફ લીધુ નથી તેમજ સ્થાનિક પોલીસ ને પણ કોઈ જાણ કરી નથી અને તેમ કરીને જીલ્લા કલેકટર ના જાહેરનામા નો ભંગ કરેલ જેથી જીલ્લા એસઓજી પોલીસે મકાન માલીક અતુલકુમાર શનાભાઈ સોલંકી સામે કાલોલ પોલીસ મથકે જાહેરનામા ભંગ ની ફરીયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.

[wptube id="1252022"]
Back to top button