દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ખાતે રોટરી ક્લબ ઓફ રીવરફ્રન્ટ અને વલસાડ રાકદાન કેન્દ્રના સહયોગથી શનિવારે સવારે રક્તદાન શિબિરનું આયોજન જનતા કેળવણી મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.જેમાં જનતા મા.શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,ગ્રામજનો તેમજ આગેવાનોએ 51 યુનિટ જેટલું રક્તદાન કર્યું હતું.રોટરી ક્લબ ઓફ રીવરફ્રન્ટના શ્વેતલભાઈએ છાત્રો તેમજ ઉપસ્થિત મહેમાનોને રક્તદાન બાબતે જાગૃત કર્યા હતા.આ પ્રસંગે કથાકાર પ્રફુલભાઈ શુક્લએ આશીર્વચન આપ્યા હતા,જેમાં ભાજપ અગ્રણી પ્રશાંતભાઈ પટેલ,ચીખલીના હસનભાઈ,રોટરી ક્લબના પ્રમુખ મેહુલભાઈ,નિકુંજ પટેલ તેમજ અમરતભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ,સંસ્થાના ચેરમેન શશીકાંત પટેલ, માજી તાલુકા સભ્ય જગદીશભાઈ પટેલ તેમજ આચાર્ય ચેતનભાઈ પટેલ,તાલુકા ભાજપ યુવા પ્રમુખ ચેતન પટેલ,દિનેશભાઇ વાડ સહિતના આગેવાનો તેમજ શાળા પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.









