તા.૭/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજયના ખેડુતોને પાક રક્ષણ અર્થે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલી છે, જેનો લાભ લેવા માટે રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ થતાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ સહિત કુલ ૬ જિલ્લાનાં ખેડૂતો તા.૧૦-૧૨-૨૦૨૩ ને સવારે ૧૦:૩૦ કલાક થી ૩૦ દિવસ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
આ યોજના અંતર્ગત ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર(કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિ પટેલની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








