HALVADMORBIMORBI CITY / TALUKO
હળવદ ના સાપકડામા ચાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની વૃદ્ધે ફરિયાદ નોંધાવી – જમીન પચાવી પાડવાનો મામલો

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વૃદ્ધ પોતાની માલિકીની જમીન પર ચાર શખ્સોએ કબજો કરી લેતા હળવદ પોલીસ મથકે ચાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ વૃદ્ધે નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ સાપકડા ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડાએ હળવદ પોલીસ મથકે હરિશભાઈ દલુભાઈ ચાવડા, પ્રકાશ હરીશભાઈ ચાવડા, ભાવેશ હરીશભાઈ ચાવડા અને દલુ ચતુરભાઈ ચાવડા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે, કે સાપકડા ગામે સર્વે નંબર 745 અને 746ની વારસાઈ વાળી જમીન સંપૂર્ણપણે આરોપીએ બળજબરી પૂર્વક પચાવી પાડી છે. અને વધુમાં આરોપીઓ બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે હળવદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.
વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]








