GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ડો આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ અનું. જાતી પૈકી ૧૨ અંત્યોદય જાતીના વ્યક્તિઓની અરજીઓ મંગાવાઈ

ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ અનું. જાતી પૈકી ૧૨ અંત્યોદય જાતીના વ્યક્તિઓની અરજીઓ મંગાવાઈ

 

પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ ૨૩ માર્ચ સુધીમાં વેબસાઈટ https://sje.gujarat.gov.in/gapb પર ઓનલાઈન અરજી કરવી

ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના અનુંસુચિત જાતી પૈકી ૧૨ અંત્યોદય જાતીઓ હાડી, નાડિયા, સેનવા – સેનમા – શેનવા – ચેનવા – રાવત, તુરી, ગરો – ગરોડા – ગુરૂબ્રામણ – ગરવા, વણકર સાધુ, અનુંજાતિના બાવા, થોરી, તીરગર – તીરબંધ, તુરી બારોટ, માતંગ, વાલ્મીકી (સફાઈ કામદાર સિવાયના) (અતિ પછાત) વ્યકિતીઓને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી નિગમ દ્રારા (૧) નાના ધંધા/વ્યવસાય ધિરાણ, (૨) પશુપાલન, (૩) પેસેન્જર વાહન/માલવાહક વાન અને (૪) મહિલા સમૃધ્ધિ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓએ મંગાવવામાં આવે છે.

મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ તા. ૨૩/૦૩/૨૦૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ https://sje.gujarat.gov.in/gapb પર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી આધાર – પુરાવા સહિત જિલ્લા મેનેજર, ડો. અંત્યોદય વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં. ૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૩૧/૦૩/૨૦૨૪ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસુચિત જાતી કલ્યાણ કચેરી જિલ્લા મનેજરશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button