DAHOD CITY / TALUKO

સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે ગીતા જયંતિ- રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

તા.૨૩.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે ગીતા જયંતિ- રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાએ તાલીમ વર્ગ ખાતે તાલીમ વર્ગના વિદ્યાર્થીઓને જીવનમા આધ્યાત્મિકતાનું મહત્વ સમજાવ્યું હતું. જીવન જીવવાની રીત અને જેવું કર્મ કરીએ તેવું ફળ મળે અને જીવનમાં કર્મના સિદ્ધાંતો વિશે માહિતગાર કર્યા હતા. સાથે ભારતના મહાન ગણિત શાસ્ત્રી રામાનુજન ના જીવન ચરિત્ર વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. ગણિતના કોયડાઓ અને ગણિતની કવીઝનું આયોજન કર્યું હતું. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે મોરા સેન્ટરના સંચાલક અશ્વિનભાઈ સંગાડા સાહેબ, સુખસર સેન્ટરના સંચાલક રાજુભાઇ મકવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button