
તા.૨૦.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના જેકોટ ખાતે આશા મીટીંગ યોજાઈ જેમાં આરોગ્ય શિક્ષણ વિશે માહીતિ અપાઈ હતી
દાહોદ જીલ્લા ના દાહોદ તાલુકા ના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત ના માર્ગદર્શન અન્વયે પ્રા આ કેન્દ્ર જેકોટ ખાતે આશા મીટિંગની અંદર પાણીજન્ય રોગો વિશે શું કાળજી રાખવી , હીટવેવ ની અંદર શું કરવુ શું ન કરવુ તેના વિશે, વેક્ટર બોર્ન કંટ્રોલ પ્રોગ્રામ વિશે વિસ્તાર પૂર્વક સમજણ અપાવવામાં આવી અને ORS અને ઝીંક ટેબલેટ કઈ રીતના લેવી તે માટે પણ માહીતી આપવામાં આવી હતી
જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ માહિતી PHC SBCC ટીમ દ્વારા આપવામાં આવી હતી આ સદર મીટિંગ માં PHC નો તમામ સ્ટાફ અને આશા બહેનો હાજર રહ્યા હતા
[wptube id="1252022"]