MORBi:મોરબી-વાંકાનેર હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો

MORBi:મોરબી-વાંકાનેર હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો
મોરબીના જાંબુડીયા ગામ નાજી મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ચાલીને રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં નીચે પડી ગયેલા વૃદ્ધના માથા ઉપર ટ્રક્નું તોતિંગ વ્હીલ ફરી વળતા વૃદ્ધનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક રેઢો મૂકીને નાસી ગયો હતો.
અકસ્માતની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા પ્રભુભાઇ ચતુરભાઇ સાંથલીયા ઉવ.૭૨ ગઈકાલ તા.૦૯/૦૫ના રોજ સવારમાં જાંબુડીયા ગામની સીમમાં મોરબી વાંકાનેર નેશબાલ હાઇવે ઉપર ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન ટ્રક રજી. જીજે-૧૨-એયુ-૯૩૨૯ના ચાલકે પોતાનો ટ્રક આગળ પાછળ જોયા વગર પુરપાટ ગતિએ ગફલતભરી રીતે ચલાવી પ્રભુભાઈને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પ્રભુભાઈ રોડ ઉપર પટકાયા હતા ત્યારે ટ્રકના પાછળના બંને વ્હીલ પ્રભુભાઈના માથા ઉપર ફરી વળતા તેમનું માથું છૂંદાઇ જતા તેમનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવની મૃતકના પુત્ર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.








