JUNAGADHJUNAGADH CITY / TALUKO

નગરમે જોગી આયા…. કિર્તીદાન ગઢવીની ભાવમય શિવ સ્તુતિએ શ્રોતાઓને ડોલાવ્યા

પ્રકૃતિ પર્યાવરણના જતન માટે યાત્રાધામ ગિરનાર - જૂનાગઢ લને પ્લાસ્ટિક મુક્ત રાખવા કલાકારોની પણ હાકલ: નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પણ સંદેશ અપાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવીએ નગરમે જોગી આયા… જેવી શિવમય પ્રસ્તુતિઓ આપી શ્રોતાઓને ડલાવ્યા હતા. આ સાથે કલાકાર જીતુ દાદ, અનુદાન ગઢવી અને જગદીશ માહેરે લોકસાહિત્યની વાતો સાથે ભક્તિસભર પ્રસ્તુતિઓ કરી હતી. આ કલાકારોએ પ્રકૃતિ – પર્યાવરણના જતન માટે યાત્રાધામ ગિરનાર- જૂનાગઢ પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે પણ હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ભવનાથ ખાતે પ્રકૃતિ ધામ સાંસ્કૃતિક કાર્યક્રમના પૂર્વે ગિરનાર-જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત રાખવા અને પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે પ્રેરિત કરતું લઘુ નાટક રજુ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એક વિડિયો ક્લિપના માધ્યમથી નાગરિકોને અચૂક મતદાન કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ન્યાયાધીશ હેમંતકુમાર દવે, ગીરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, ડીઆરડીએના નિયામક જાડેજા, પ્રાંત અને મેળા અધિકારી ભૂમિબેન કેશવાલા, અગ્રણી યોગીભાઈ પઢિયાર, મોહનભાઈ પરમાર સહિતના પદાધિકારી-અધિકારી અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button