MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા એમ્બ્યુલન્સ નો દુરુપયોગ કરવામાં આવ્યો

MORBI:મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા એમ્બ્યુલન્સ નો દુરુપયોગ કરવામાં આવ્યો

આમ તો એમ્બ્યુલન્સ નો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે કરવામાં આવતો હોય છે, એમ્બ્યુલન્સ ના કારણે ઘણા લોકોના જીવ બચી જતા હોય છે, તેમજ હાલ તો એમ્બ્યુલન્સ ની અંદર દર્દીઓને પ્રાથમિક સારવાર પણ મળી જતી હોય છે, પરંતુ આ એમ્બ્યુલન્સ નો મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ નો ઉપયોગ રોપાઓ લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે. આમ તો જિલ્લા પંચાયત કચેરી પાસે ખુદના વાહનો હોય જ છે છતાં પણ એમ્બ્યુલન્સ નો ઉપયોગ રોપાઓ લઈ જવા માટે કરવામાં આવે છે. ત્યારે રોપાઓના ટ્રાન્સપોર્ટ માટે એમ્બ્યુલન્સ નો ઉપયોગ કેટલા અંશે યોગ્ય ?

[wptube id="1252022"]