GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના ચકચારી મારામારી તથા એટ્રોસીટી કેશના.આરોપીઓ નિંદોષ છુટકારો.

MORBI મોરબીના ચકચારી મારામારી તથા એટ્રોસીટી કેશના. આરોપીઓ નિંદોષ છુટકારો.

મોરબી સેશન્સ કોર્ટમાં મારામારી અને એટ્રોસિટી કેસમાં આરોપીઓ ખુશ્બુબેન આરીફભાઈ નાનણી, હીનાબેન જીવણભાઈ સીસા, નસીમબેન સુલતાનભાઇ મલેક અને સુલતાન કરીમ મલેક તેમજ આરીફ ઉર્ફે ઈરફાન અનવર નાનાણી સહિતના આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે

મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે રફાળીયા ગામે લીલાભાઈની ડેરી પાસે શેરીના નાકે ફરીયાદી તથા આ કામના સાહેદ ઘરે જતાં હોય ત્યારે આ કામના આરોપી નં. ૧ અને આ કામના કરીયાદીના દીકરા સાથે ફોન બાબતે ઝઘડો થયેલ તે બાબાતનો ખાર રાખી ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત અને હડધુત કરી ગાળો બોલી ઝઘડો કરી આ કામના પાંચેય આરોપીઓએ એકસંપ કરી ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી ભુંડા ગાળો આપી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તે બાબતે કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ.આ કામના ફરીયાદીની ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૨૩,૫૦૪, ૫૦૬(૨), ૧૪૩તથાઅનુસુચિતજનજાતી(અત્યાચાર નિવારણ)સુધારણાઅથી.-૨૦૧૫નીકલમ-૩(૧) (એસ)(આર), ૩ (૨) (૫-એ) મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

સદરહુ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ શ્રી વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલેલ અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા રોકાવેલા હતા.આ કામે ફરીયાદ પક્ષે ફરીવાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરથી તથા તપાસ કરનાર અધિકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વિપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીઓ તદ્દન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી.

ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર.અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીદર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા,જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button