HALOLPANCHMAHAL

હાલોલ- ઢીંકવા ગામની ગર્ભવતી પરણિતા નું ઝેરી જનાવર કરડતા કરુણ મોત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૬.૭.૨૦૨૩

હાલોલ તાલુકાના ઢીંકવા ગામના છાપરા ફળિયામાં રહેતી એક ગર્ભવતી પરિણીતાને ગત રોજ બુધવારે સાંજના પાંચ વાગ્યા ના સમય ગાળા દરમ્યાન ઝેરી સર્પ દંશ મારતા ગર્ભવતી પરિણીતાને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા.પરંતુ પરણીતાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.પરિણીતા ગર્ભવતી હોય ગર્ભમાં વિકાસ પામતું બાળક ને પણ ઝેરની અસર થતા ગર્ભમાં રહેલ બાળકનું પણ મોત નિપજતા પરિણીતાના પરિવારજનોમાં તેમજ નાનકડા ઢીકવા ગામમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી જવા પામી હતી.બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ વર્ષાબેન રાઠવાના લગ્ન આથી દોઢ વર્ષ પહેલા હાલોલ તાલુકાના ઢીકવા ગામમાં છાપર ફળિયામાં રહેતા જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા સાથે થયા હતા.આ લગ્ન જીવન માં વર્ષાબેન હાલમાં ગર્ભવતી છે.જેના પેટમાં આઠ માસનું બાળક હતું. અને ડિલિવરીની તૈયારી જ હતી. ત્યારે બુધવારે સાંજના સમયે પરિણીતા ને તેના ઘરમાં સર્પ તેના જમણા પગની છેલ્લી આગળીએ દંશ મારતા તેને તાત્કાલીક સારવાર માટે ખાનગી વાહનમાં હાલોલ રેફરલ હોસ્પીટલમાં લાવવામાં આવી હતી.પરંતુ પરણીતાને સારવાર મળે તે પહેલાં જ પરણિતાનું મોત નીપજ્યું હતું. દુર્ભાગ્ય ની વાત એમ છે કે તેના ગર્ભમાં રહેલ બાળક કે જે ને દુનિયા જોવાની હતી તેને પણ આ ઝેરી સાપનું ઝેર ની અસર થતા તેનું પણ ગર્ભ માં જ મોત નીપજ્યું હતું.જે ને લઇ પરણિતા ના પરિવારમાં તેમજ નાનકડા ઢીકવા ગામમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી જવા પામી હતી.બનાવ અંગે ની જાણ પાવાગઢ પોલીસ ને કરતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ.કરાવી પરણિતાનો મૃતદેહ તેના પરિવારને સોંપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button