
તા.૧૯.૧૨.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસે રેતી કપચી સિમેન્ટ મિક્ષર મશીન ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીને ઝડપી લીધા 
દાહોદ ટાઉન એ ડિવીઝન પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી મિક્ષર મશીન ચોરીનો ભેદ કમાન્ડ કંટ્રોલ નેત્રમ દાહોદની મદદથી ઉકેલી કાઢી મિક્ષર મશીનની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ના સાથે બે આરોપીઓને ઝડપી પાડી ચોરીનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરતી દાહોદ એ ડિવીઝન પોલીસ
ગઇ તા.૧૪/૧૨/૨૦૨૩ ના કલાક ૧૭/૩૦ વાગ્યાથી તા.૧૫/૧૨/૨૦૨૩ ના કલાક 05/30 વાગ્યા દરમ્યાન દુધિમતી રિવર ફન્ડ બનાવવાની સાઈટ દાહોદ કરબા સ્મશાન રોડ ખાતેથી ફરીયાદીનું રેતી, કપચી, સિમેન્ટ મિક્ષ કરવાનું મિક્ષર મશીન પીળા કલરનું નવચેતન કંપનીનું જેનું એન્જીન. પાંચ હોર્સ પાવરનું જેનો એન્જીન નં.૨૩૬૭ નું જેની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ની ચોરી થયેલ જે અંગે ચોરીનો ગુનો દાહોદ એ ડીવીઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવેલ.
જે અનુસંધાને ડી.ડી. પઢીયાર પોલીસ ઇન્સપેક્ટરનાઓએ તેઓના પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી કમાન્ડ કંટ્રોલ નેત્રમ દાહોદ સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવા તથા બાતમીદારો દ્વારા માહીતી મેળવી ગુન્હો ડીટેકટ કરવા સમજ કરેલ જે આધારે કમાન્ડ કંટ્રોલ દાહોદ ખાતેના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતાં એક વાદળી કલરના છકડા વડે મિક્ષર મશીન ખેંચી લઇ જતા જોવાયેલ જે આધારે હુમન સોર્સથી માહિતી મેળવી ચોરી થયેલ મિક્ષર મશીન તથા ઉપયોગમાં લીધેલ છકડા સાથે બે આરોપીને પકડી પાડી તેઓની ધનિષ્ઠ પૂછપરછ કરતા તેઓ સાથે બીજા પણ આરોપી સામેલ હોવાની કબુલાત કરેલ હોય સદર બંને આરોપીઓને અટક કરી પકડવાના બાકી આરોપીઓ પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે









