
કેશોદની સરકારી સ્કૂલ એલ.કે. હાઈસ્કુલ ખાતે કેશોદના સ્થાનિક દાતાઓ અને સરકારની યોજના દ્વારા ધોરણ નવ તથા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ શૂઝ તેમજ અન્ય શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું
કેશોદની સરકારી સ્કૂલ એલ. કે. હાઈ સ્કુલ જે કેશોદમાં વર્ષો જૂની શાળા જેમાં ધોરણ નવ થી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આ શાળા માં અભ્યાસ કરે છે જે રાજમહેલ માં આવેલી છે અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય પરિસ્થિતિની અંદરથી આવતા હોય છે તેમના માટે આજરોજ કેશોદના સ્થાનિક દાતાઓ અને સરકારની યોજના દ્વારા ધોરણ નવ તથા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ શૂઝ તેમજ અન્ય શૈક્ષણિક કીટનું વિતરણ કેશોદ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ, પાર્થ ભોપાળા તેમજ શાળાના આચાર્ય રણવીર સિંહ પરમાર તેમજ લોહાણા સમાજના અગ્રણી અને નિવૃત્ત શિક્ષણ અધિકારી દાવડા સાહેબ દ્વારા વિતરણ કરવામાં આવેલું હતું
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ









