
MORBI:ક્રાંતિકારી સેનાના સભ્યના ઘરે પુત્રનો જન્મ થતાં અનોખી પહેલ
મોરબી જિલ્લામાં ક્રાંતિકારી વિચારધારા ધરાવતું તથા હંમેશા લોકો સુધી દેશભક્તિના વિચારો ફેલાવવાનું કામ કરતું ક્રાંતિકારી સેનાના સભ્યના ઘરે પુત્રનો જન્મ થતાં અનોખી પહેલ કરવામાં આવી હતી.
ટંકારા તાલુકાના વિરપર ગામના વતની અને ક્રાંતિકારી સેનાના સભ્ય પરાગકુમાર મુંદડીયાના ઘરે આજે પુત્રનો જન્મ થયો હતો. પુત્રની જન્મ ખુશીમાં સગા-સંબધી અને મિત્ર વર્તુળમાં ગિફ્ટ આપવામાં આવી હતી. જેમાં ક્રાંતિકારીઓના વિચાર રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે ગિફ્ટ થકી લોકો તથા બાળકોમાં ક્રાંતિકારીઓના વિચાર આવે તથા તેમાંથી પ્રેરણા મળે તે હેતુથી અનોખી પહેલ કરવામાં આવી હતી.
[wptube id="1252022"]








