
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે એક વીડિયોગ્રાફિક સર્વેક્ષણ દરમિયાન વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાંથી મળેલા એક શિવવિંગનું કાર્બન ડેટિંગ સહિતનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ શુક્રવારે ટાળ્યું છે. હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કાર્બન ડેટિંગના નિર્દેશ આપનાર અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી છે અને નોટીસ ઈસ્યુ કરી છે. જ્ઞાનવાપી કેસની વધુ સુનાવણી 22 મેના રોજ હાથ ધરાશે.
CJIએ કહ્યું પહેલા અમે પરિસ્થિતિને જોઈશું. અમારે આ કેસમાં ખૂબ જ સાવધાની રાખીને ડીલ કરવાની છે. મસ્જિદ પક્ષે કહ્યું કે અમને હાઈકોર્ટમાં જ પોતાનો પક્ષ રજૂ કરવાની પુરતી તક મળી નથી. મસ્જિદ પક્ષે શુક્રવારે પોતાનો વાંધો દાખલ કર્યો નથી. જોકે તેમણે એમ કરવું જોઈતું હતું. હવે મસ્જિદ રક્ષ વાધો દાખલ કરવા માટે વધુ સમય માંગી શકે છે.
બીજી તરફ મંદિર પક્ષે દાખલ કરેલી એક નવી અરજીમાં બેરિકેડિં વાળા વિસ્તારમાં એએસઆઈ સર્વેની માંગ કરી છે. ગત વર્ષે આ જ વિસ્તારમાંથી વજૂખાનામાંથી કથિત શિવલિંગ મળ્યું હતું. મંદિર પક્ષે 16 મેના રોજ સમગ્ર જ્ઞાનવાપી પરિસરમાં ASI સર્વે કરવાની અરજી દાખલ કરી હતી.