MORBI:મોરબીના મહેન્દ્રનગર ગામે અને ઘુંટુ રોડ ઉપરથી જુગાર રમતા કુલ ચાર જુગારી ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર ગામે અને ઘુંટુ રોડ ઉપરથી જુગાર રમતા કુલ ચાર જુગારી ઝડપાયા
મોરબી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ સ્થળે જુગારના દરોડામાં કુલ ચાર આરોપીને તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
જેમાં પ્રથમ જુગારના દરોડામાં મહેન્દ્રનગર ગામના જાપા પાસે તીનપત્તીનો પૈસાની હારજીતનો નસીબ આધારિત જાહેરમાં જુગાર રમતા અરવિંદભાઇ ખોડાભાઇ ધામેચા ઉવ.૩૦ તથા હિરાભાઇ બચુભાઇ ધામેચા ઉવ.૩૨ બંનેરહે. મહેન્દ્રનગર શીતળામાં વિસ્તાર મોરબી-૨ વાળાઓને રોકડા રૂ.૯૮૦/- સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે બીજા દરોડામાં ઘુંટુ રોડ ઉપર આવેલ સીએનજી પંપ નજીક રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિનોદભાઇ વાલજીભાઇ મકવાણા ઉવ.૫૭ રહે.મોરબી-૨ હાઉસીંગ બોર્ડ રૂષિકેશ વિધાલય પાછળ મોરબી-૨ તથા સંજયભાઇ મોહનભાઇ નંદેસરીયા ઉવ.૩૩ રહે.મોરબી-૨ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૨૪૦/- સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.