
એક બાજુ વરરાજાના ઘરે જાન નિકાળવાની તૈયારી ચાલી રહી હતી. વરરાજાના ઘરમાં આનંદનો માહોલ હતો. જાનૈયાઓ નાચતા ગાતા લગ્ન મંડપે પહોંચવા ઉત્સૂક હતા. પરંતુ ત્યારે એવી અજીબોગરીબ ઘટના બની કે જેનાથી વરરાજાના પરિવારજનોના અરમાન ઉપર પાણી ફરી વળ્યું. ઘટના એવી બની કે વરરાજા જાન લઈને લગ્ન મંડપમાં પહોંચે તે પહેલા જ દુલ્હન 6 દિકરાના બાપ સાથે ભાગી ગઈ. આ મામલે ફરિયાદ લઈને વરરાજા અને દુલ્હનના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા. પરિવારજનોનું કહેવું છે કે 15 ફેબ્રુઆરીના દુલ્હન ડ્રાય ક્લીનની દુકાનમાં કપડા લેવા ગઈ હતી પરંતુ સાંજ સુધી પરત ફરી નહોતી. એનાથી પરિવારમાં હડકંપ મચી ગયો.
આ ઘટના રીવા શહેરમાં બની હતી. જ્યાં લગ્નની તારીખ નક્કી થઈ ચૂકી હતી. લગ્નની તૈયારીઓ ધામધૂમથી ચાલુ થઈ ગઈ હતી. પરંતુ લગ્નના આગલા દિવસે જ દુલ્હન લાપતા થઈ ગઈ. પછીથી ખબર પડી કે દુલ્હન તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. દુલ્હનના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે જે યુવક અમારી છોકરીને ભગાડીને લઈ ગયો તે પહેલેથી જ પરણિત છે. એટલું જ નહીં તે તો 6 બાકોનો પિતા પણ છે.
ઘટના પછી જ્યાં એક બાજુ વરરાજાના પરિવારજનોમાં ઉદાસી છવાઈ ગઈ છે તો બીજી તરફ વરરાજા સહિત યુવતિના પરિવારજનો પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે. અને જે 6 બાળકોના બાપ સાથે યુવતિ ફરાર થઈ છે તે પત્ની અને બાળકો પણ પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે. પરંતુ હજુ સુધી બેમાંથી એકેય નો અત્તોપત્તો મળ્યો નથી.
પરિવારજનોનું કહેવું છે કે ગત દિવસોમાં ડ્રાયક્લિનમાંથી કપડાં લેવા જવાના બહારને ઘરેથી નીકળી ગઈ. જે પાછી ફરી નહોતી. એ પછી ખબર પડી કે ઘોઘરના ઈર્શાદ મંસૂરી છોકરીને ભગાડી ગયો છે. મુશ્કેલજનક વાત એ છે કે કેમંસૂરી 6 છોકરાનો બાપ છે અને યુવક અને યુવતી વિધર્મી હોવાથી આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.