GUJARATJETPURRAJKOT

હેવી ગુડઝ વ્હીઇકલની Gj 03 BZ સિરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો માટે રી-ઓકશન યોજાશે

તા.૧૩/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

હેવી ગુડઝ વ્હીઇકલ પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનો માટે HGV GJ 03 BZ સિરીઝન ગોલ્ડન-સિલ્વર નંબરો માટે રી-ઓક્શન ૧૨/૦૯/૨૦૨૩થી શરૂ કરવામાં આવેલ છે, જેના ગોલ્ડન તથા સિલ્વર નંબરો (પસંદગી નંબરો) મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ parivahan.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.૧૪/૦૯/૨૦૨૩ સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે તથા તા.૧૪/૦૯/૨૦૨૩ થી તા.૧૬/૦૯/૨૦૨૩ના સાંજના ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન બિડીગ પ્રક્રિયા પૂર્ણ થયા તા. ૧૭/૦૯/૨૦૨૩ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.

ઓનલાઇન ઑક્શનમાં ભાગ લેનાર અરજદારે મુખ્ય કામગીરી કરવાની રહેશે તે માટે parivahan.gov.in પર નોંધણી,યુઝર આઇડી, પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવી હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના પ (પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. ઓકશનમાં ભાગ લેવા માટે વાહન વેચાણ તારીખથી સાત દિવસ સુધીમાં CNA ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું જરૂરી છે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button