GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી શહેરના નવલખી રોડ ખાતે આવેલા રહેણાંક મકાનમાંથી એલ.સી.બી. પોલીસની ટીમ વિદેશી દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી ઘટના સ્થળે હાજર મળી ન આવતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

બનાવની મળતી વિગતો અનુસાર મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ ચોક્કસ બાતમીના આધારે આરોપી સાગર કાન્તીભાઇ પલાણના નવલખી રોડ, રણછોડનગર ખાતે આવેલા જલારામ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૫માં દરોડા પાડ્યા હતા. જ્યાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂ.૭૨૦૫૫ ની કિંમતની ૧૫૯ નંગ બોટલો મળી આવી હતી.જ્યારે આ દરોડા દરમ્યાન આરોપી સાગર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી સાગર વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોધાવી તેને ઝડપવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button