
દર્શન યુનિવર્સીટીના વિધાર્થી દ્વારા બનાવેલ ગેન્ટ્રી મશીનનું વર્કીંગ મોડેલ દર્શાવતો પ્રોજેક્ટ
દર્શન યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજના Mechanical Engineering Department ના વિદ્યાર્થીએ પ્રેક્ટીકલ ભણતર દ્વારા પોતાની આવડત તેમજ ઇનોવેટિવ આઇડિયા ને વાસ્તવિક સ્વરૂપે hdustry Ready Working Model of Gantry નો પ્રોજેક્ટ બનાવેલ છે કે જે અત્યાધુનિક ટેકનોલોજી નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રોજેક્ટ ની વિશેષતા એ છે કે Gantry Machine નો ઉપયોગ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં જોબને Pick & Place કરી શકાય છે. તે નાની જગ્યામાં તેમજ ઓછા પાવરના વપરાશની સાથે ઓછા ખર્ચમાં સારું કામ આપી શકે તે રીતે તેની ડિઝાઈન કરવામાં આવેલ છે. આ મશીન દ્વારા CNC machine માંથી મશીનીંગ કરવામાં આવેલ જોબનું loading અને unloading સરળતાથી કરી શકાય છે તેમજ આ મશીન ઓટોમેટીક રીતે ચાલુ અને બંધ થઇ શકે છે. હાલમાં આ મશીન દ્વારા 300 ગ્રામ ઘી 500 ગ્રામ સુધીનું વજન ધરવતા જોબ પર કાર્ય કરી શકાય છે. આ મશીનના નિર્માણમાં PLC, સ્ટેપર મોટર તેમજ ડીજીટલ ડિસ્પ્લે જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે,

તેના નિર્માણ માટે જરૂરી ઓટોમેશન નું પ્રોગ્રામિંગ અને ઇલેક્ટ્રિક કામ વગેરે માટે વિદ્યાર્થીએ છ માસની અથાગ મહેનત ફાળવી હતી. ડીપ્લોમા મિકેનિકલના વિદ્યાર્થી શિવમ જે. જોશી એ તેમના માર્ગદર્શક પ્રો. મુકેશ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ કરેલ છે. આ પ્રોજેક્ટને કોલેજ દ્વારા ગુજરાત સરકારની SSIP, સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેટીવ પોલીસી હેઠળ પણ આવરી લેવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીને પોતાના સ્ટાર્ટ અપ માટે સરળતા રહે તેમજ સરકાર દ્વરા યોગ્ય સહાય પણ મેળવી શકે. આ અત્યાધુનિક ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા નિર્માણ કરેલ પ્રોજેક્ટ ને દર્શન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. આર. જી. ધમસાણિયા અને વાઈસ ચાન્સલર શ્રી એમ વી સંધાણી એ અભિનંદન પાઠવી ને પ્રોત્સાહિત કરેલ હતા.








